(Reevan Creation કેસ – SCA 21039/2023, ચુકાદો તારીખ: 09-01-2026)
GST કાયદામાં સમયમર્યાદા માત્ર ટેકનિકલ બાબત નથી, પરંતુ તે નાગરિકના હક્કોનું રક્ષણ કરતો મુખ્ય આધારસ્તંભ છે. ગુજરાત હાઇકોર્ટે M/s Reevan Creation vs State of Gujarat કેસમાં આપેલો તાજેતરનો ચુકાદો આ વાતને ખૂબ સ્પષ્ટ રીતે રજૂ કરે છે.આ ચુકાદો GST અધિકારીઓ માટે “લાલબત્તી સમાન” ચેતવણી છે કે કાયદાની જોગવાઈઓને અવગણવાથી સમગ્ર કાર્યવાહી જ નિષ્ફળ થઈ શકે છે.
કેસની પૃષ્ઠભૂમિ
Reevan Creation નામની ભાગીદારી ફર્મ સોનું, ચાંદી અને જ્વેલરીના વેપારમાં સંકળાયેલી હતી.
- તારીખ 09.03.2022ે GST વિભાગે Section 67(2) હેઠળ સર્ચ કર્યો.
- 10.03.2022ે બેંક એકાઉન્ટ પર provisional attachment (Section 83) કરવામાં આવ્યું.
- 14.03.2022 આશરે 1175.82 ગ્રામ સોનું અને ₹5,54,130 રોકડ જપ્ત કરવામાં આવ્યા.
વિભાગનો આરોપ હતો કે લગભગ ₹26 કરોડથી વધુની ટેક્સ ચોરી થઈ છે. છતાં, બાદમાં જે થયું તે કાયદાની દૃષ્ટિએ ખૂબ ગંભીર ભૂલ સાબિત થયું.
મુખ્ય કાનૂની મુદ્દા
1) Section 83(2) – Provisional Attachment માત્ર 1 વર્ષ
GST Act મુજબ: Provisional attachment માત્ર એક વર્ષ સુધી જ માન્ય રહે છે. કેસમાં બેંક એકાઉન્ટ 10.03.2022ે અટેચ થયા હતા, એટલે તે આપમેળે 09.03.2023 પછી અમાન્ય થઈ જવા જોઈએ હતા. પરંતુ વિભાગે:
- ન તો નવો ઓર્ડર પાસ કર્યો,
- ન તો અટેચમેન્ટ દૂર કર્યું.
અફિડેવિટમાં ખુદ વિભાગે સ્વીકાર્યું કે “ભૂલથી રિન્યુ કરવાનું રહી ગયું”. હાઇકોર્ટે આને ગંભીર બેદરકારી ગણાવી.
2) Section 67(7) – 6 મહિના અંદર નોટિસ નહિ તો માલ પરત
કાયદો કહે છે કે જો સર્ચ દરમિયાન જપ્ત કરાયેલા માલ અંગે 6 મહિના અંદર નોટિસ ન આપવામાં આવે, તો તે માલ વેપારીને પરત કરવો પડે. આ સમયમર્યાદા વધુમાં વધુ 6 મહિના માટે જ વધારી શકાય.
Reevan Creation કેસમાં:
- 14.03.2022 સોનું અને રોકડ જપ્ત થયા,
- પરંતુ 6 મહિના કે વધારાના 6 મહિના – કોઈ પણ સમયમર્યાદામાં નોટિસ આપવામાં આવી નહીં,
- લગભગ 2 વર્ષ પછી, 21.06.2024 Section 130 હેઠળ નોટિસ આપી.
હાઇકોર્ટે કહ્યું કે આ સ્પષ્ટ રીતે Section 67(7) નો ભંગ છે, અને proviso મુજબ પણ સમયવધારો લેવામાં આવ્યો નથી – એટલે કાનૂની ભૂલ થઈ.
હાઇકોર્ટની ટિપ્પણી: “Serious Dereliction of Duty”
કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે: “આ કેસમાં અધિકારીઓ દ્વારા ફરજમાં ગંભીર બેદરકારી (Serious Dereliction of Duty) દાખવવામાં આવી છે.” અર્થાત: અધિકારીઓને મોટા ટેક્સ ચોરીના આરોપની જાણ હતી, છતાં તેમણે સમયસર નોટિસ આપવાની, અટેચમેન્ટ રિન્યુ કરવાની જેવી મૂળભૂત ફરજો પણ બજાવી નહીં, જેના કારણે વેપારીને કાયદાની ખામીનો લાભ મળી ગયો.
અંતિમ આદેશ
હાઇકોર્ટે આદેશ આપ્યો કે:
- જપ્ત કરાયેલું સોનું અને રોકડ તરત પરત કરવામાં આવે,
- બેંક એકાઉન્ટ પરથી provisional attachment દૂર કરવામાં આવે,
- જે અધિકારીઓએ સમયમર્યાદા ચૂકી છે તેમની સામે તપાસ શરૂ કરવામાં આવે.
વેપારીઓ અને અધિકારીઓ માટે શીખ
વેપારીઓ માટે:
- Section 83(2) અને 67(7) જેવી સમયમર્યાદાઓ જાણવી ખૂબ જરૂરી છે.
- જો વિભાગ સમયમર્યાદા ચૂકે, તો તમે કોર્ટમાં મજબૂત રીતે હક્ક માગી શકો છો.
GST અધિકારીઓ માટે:
- મોટો કેસ હોય તો પણ કાયદાની પ્રક્રિયા અવગણી શકાય નહીં.
- સમયમર્યાદા ચૂકી જવાથી આખી કાર્યવાહી નબળી પડી શકે છે અને વિભાગની પ્રતિષ્ઠાને નુકસાન થાય છે.
નિષ્કર્ષ
Reevan Creation કેસ માત્ર એક વેપારીની જીત નથી, પરંતુ એ સંદેશ છે કે: કાયદો માત્ર નાગરિકો માટે નહીં, પરંતુ સરકાર અને તેના અધિકારીઓ માટે પણ સમાન રીતે બાંધક છે.Section 83(2) અને 67(7) જેવી જોગવાઈઓનું પાલન ન કરવું એ માત્ર ટેકનિકલ ભૂલ નથી, પરંતુ ન્યાયપ્રણાલીની નજરે “ફરજમાં ગંભીર બેદરકારી” છે – અને તેનો પરિણામ આખી કાર્યવાહી ઉલટી પડવાની રૂપે સામે આવે છે.
Gujarati GST Guide તરફથી – આવા જ મહત્વના GST ચુકાદા અને અપડેટ્સ માટે જોડાયેલા રહો.
Disclaimer
આ બ્લોગમાં આપેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે આપવામાં આવી છે. તેમાં ઉલ્લેખિત કાનૂની જોગવાઈઓ, ચુકાદાઓ અને વિશ્લેષણ કોઈ ચોક્કસ કેસ માટે કાનૂની સલાહ તરીકે લેવા યોગ્ય નથી.
દરેક કેસના તથ્યો અલગ હોય છે, તેથી અહીં દર્શાવેલી માહિતી આધારિત કોઈપણ નિર્ણય લેવા પહેલાં યોગ્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ટેક્સ કન્સલ્ટન્ટ અથવા વકીલની સલાહ લેવી આવશ્યક છે.

0 Comments