✍️ પરિચય (Introduction)
GST સંબંધિત કામ દરમિયાન ઘણી વખત જોયું છે કે જ્યારે કોઈ વેપારીને DRC-01 Notice આવે છે ત્યારે તે ગભરાઈ જાય છે અને યોગ્ય રીતે શું કરવું તે સમજી શકતો નથી. આ લેખમાં પ્રેક્ટિકલ અનુભવ પરથી DRC-01 Notice વિશે સરળ Gujarati ભાષામાં સમજાવવામા આવેલ છે, જેથી સામાન્ય વેપારી પણ યોગ્ય નિર્ણય લઈ શકે.
📌 DRC-01 Notice શું છે?
DRC-01 એ GST Department દ્વારા આપવામાં આવતી Show Cause Notice (SCN) જેને DRC-01 કહેવામા આવે છે. આ Notice (DRC-01) ત્યારે આપવામાં આવે છે જ્યારે GST Department ને એવું લાગે કે:
- વેરો ઓછો ભરાયો છે. (Tax Short paid or Not paid )
- ITC ખોટી રીતે લેવામાં આવી છે. (ITC Wrongly availed and utilised)
- Return માં તફાવત છે.
- wrongly Refund Claimed
- GST નિયમોનું ઉલ્લંઘન થયું છે
સરળ શબ્દોમાં, GST Department વેપારી પાસેથી કારણ પૂછે છે કે કેમ ટેક્સ/ITC બાબતે કાર્યવાહી ન કરવી જોઈએ.
❓ DRC-01 Notice સામાન્ય રીતે ક્યારે આવે છે?
મારા અનુભવ મુજબ DRC-01 Notice મોટેભાગે નીચેના કારણોસર આવે છે:
- GSTR-1 અને GSTR-3B વચ્ચે mismatch
- Late return filing
- ITC mismatch / Bogus ITC
- Wrong head માં tax payment
- System generated scrutiny
⚠️ DRC-01 Notice મળ્યા પછી શું કરવું?
DRC-01 Notice મળ્યા પછી ગભરાવાની જરૂર નથી. નીચેના પગલાં ધ્યાનમાં રાખવા જોઈએ:
✅ 1️⃣ Notice ધ્યાનથી વાંચો
- કયો મુદ્દો છે તે સમજો અને દરેક મુદ્દાનો સ્પષ્ટ અને સચોટ જવાબ રજુ કરવો અને જરૂર જણાય તો Personal Hearing નો સમય માંગી ઓફીસરને નોટીશના મુદાઓ સરળ રીતી સમજાવાનો પ્રયત્ન કરવો જેથી કોઇ ખોટી ગેરસમજ ઉભી ના થાય.
- કયા સમયગાળાનો tax/ITC મુદ્દો છે તે ચેક કરો
✅ 2️⃣ Documents તૈયાર કરો
- DRC-01 નો જવાબ.
- Ledger statements, જરૂર પડે Invoice ની કોપી સાથે જોડવી.
- Payment challans. જો Payment કરવાનો સ્વીકાર કરેલ હોઇ તો
- Return filing details
- Reconcilation (GSTR-1 vs 3B and GSTR-2B vs GSTR-3B)
✅ 3️⃣ Reply આપવો કે Payment કરવું?
- જો તમારી પાસે પુરાવા છે → Proper reply file કરો. DRC-01 નો જવાબ Detail મા રજુ કરવો જે ઓનલાઇન DRC-06 થી સબમીત કરવુ.
- જો ભૂલ સાચી છે → DRC-03 દ્વારા voluntary payment કરો
💰 DRC-03 દ્વારા Payment ક્યારે કરવી?
મારા અનુભવ મુજબ જો tax liability સાચી હોય Interest/penaltyથી બચવું હોય તો DRC-03 દ્વારા Notice issued થયા ના ૩૦ દિવસમા payment કરવાથી ઘણા કેસમાં matter settle થઈ જાય છે.
🚫 Notice નો જવાબ ન આપો તો શું થાય?
જો DRC-01 Notice નો જવાબ ન આપવામાં આવે તો:
- DRC-07 Order પસાર થઈ શકે
- Tax + Interest + Penalty લાગુ પડી શકે
- Recovery action શરૂ થઈ શકે
👉 તેથી notice ignore કરવી સૌથી મોટી ભૂલ છે.
🧠 Practical Example (Experience Based)
એક કેસમાં વેપારીએ IGST ભરવાની જગ્યાએ CGST/SGST ભર્યું હતું.જેને લીધે Deparment દ્વારા નોટીશ ઇસ્યુ કરવામા આવેલ હતી ત્યાર બાદ Proper reconciliation અને payment proof રજૂ કર્યા બાદ notice drop કરવામાં આવી હતી. કારણકે આવા કિસ્સામા કોઇ રેવન્યુ લોસ ના હોવાથી મુદ્દો Drop કરવામા આવેલ હતો પરંતુ જો નોટીશનો જવાબ રજુ કરવામા ના આવતે તો ચોક્ક્સ પણે DRC-07 નો ઓર્ડૅર પસાર થઇ શકે છે. 👉 યોગ્ય સમજ અને પુરાવા હોય તો DRC-01 નો ઉકેલ શક્ય છે.
✅ નિષ્કર્ષ (Conclusion)
DRC-01 Notice આવવું એટલે અંત નથી. યોગ્ય સમયસર જવાબ, પુરાવા અને GST ની સમજથી મોટી penalty અને મુશ્કેલીથી બચી શકાય છે.
⚠️ Disclaimer
આ લેખ મારા અનુભવ આધારિત છે અને માત્ર સામાન્ય જાણકારી માટે છે. દરેક GST કેસ અલગ હોઈ શકે છે. કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા વ્યાવસાયિક સલાહ લેવી યોગ્ય રહેશે.
📚 Related GST Articles (આ પણ વાંચો)
➡️ Supplier Return File ન કરે તો ITC શું થશે?
➡️ DRC-03 Voluntary Payment શું છે?
➡️ ITC Reversal Rules – Complete Guide

0 Comments