✍️ પરિચય (Introduction)

    GST લાગુ થયા પછી ITC (Input Tax Credit) વિષય સૌથી વધુ confusion વાળો બન્યો છે. મારા અનુભવ મુજબ ઘણા વેપારીઓ કહે છે:

“Invoice છે, bill proper છે, payment પણ કરી છે – પણ GSTR-2B માં invoice દેખાતું નથી, તો ITC શું કરવું?”

    આ લેખમાં હું GSTR-2B માં invoice ન દેખાય તો ITC લઈ શકાય કે નહીં, કાયદાકીય સ્થિતિ શું છે અને practical રીતે શું કરવું — એ સરળ Gujarati ભાષામાં સમજાવવામા આવેલ છે.


📌 GSTR-2B શું છે? 

    GSTR-2B એ system generated ITC statement છે, જે supplier દ્વારા file કરેલા returns(GSTR-1) પરથી બને છે.

સરળ ભાષામાં: GSTR-2B = ITC માટે Google જેવી final reference sheet છે.

👉 આજના GST system માં ITC claim કરવા માટે 2B સૌથી મહત્વપૂર્ણ document છે.


❓ GSTR-2B માં Invoice ન દેખાય તો ITC લઈ શકાય?

🔴 ટૂંકો અને સ્પષ્ટ જવાબ:

નહીં ❌ — GSTR-2B માં invoice ન દેખાય તો ITC claim કરવી risky છે.

મારા અનુભવ મુજબ:

  • Books માં ITC હોય
  • Invoice proper હોય
  • Payment પણ થયેલું હોય

પણ જો 2B માં invoice નથી,તો future માં notice આવવાની પૂરી શક્યતા રહે છે.


⚖️ કાયદાકીય સ્થિતિ શું કહે છે?

GST નિયમો મુજબ:

  • ITC ત્યારે જ મળવા પાત્ર છે
  • જ્યારે supplier એ GSTR-1 file કરી તેનો વેરો GSTR-3B માં પેમેન્ટ કરેલ હોય
  • અને invoice GSTR-2B માં reflect થતું હોય

👉 એટલે 2B વગર ITC = weak position


🧠 Practical Experience (Real Case)

    એક કેસમાં  વેપારીએ genuine supplier પાસેથી purchase કરી Invoice, payment, goods receipt બધું proper હતું પરંતુ  Supplier એ GSTR-1 file ન કરવાથી Invoice GSTR-2B માં દેખાતો ન હતો 

Result:

વેપારીશ્રી દ્વારા ITC claim કરવામાં આવી પછી DRC-01 notice issue થયેલ હતી. આખરે ITC reverse કરવી પડી અને  interest પણ લાગ્યું

👉 એટલે experience કહે છે 2B વગર ITC future problem invite કરે છે


❓ Supplier return file ન કરે તો શું કરવું?

મારા અનુભવ પરથી best steps:

✅ 1️⃣ Supplier સાથે follow-up કરો

    Supplier ને return file કરવા કહો એટલે Invoice next month 2B માં reflect થશે


✅ 2️⃣ ITC temporarily hold રાખો

    Books માં ITC રાખી શકો પરંતુ return માં claim ન કરો


❌ 3️⃣ Blindly ITC claim ન કરશો

Invoice છે એટલે લઈ લઈએ”👉 આ approach dangerous છે


⚠️ Exception: ક્યારે ITC temporarily લઈ શકાય?

મારા અનુભવ મુજબ:

  • Trusted regular supplier  
  • Confirmation મળે કે return file થશે

    ત્યારે અમુક વેપારીઓ calculated risk લે છે, પણ આ case-to-case decision છે.

👉 Beginner traders માટે 2B વગર ITC claim ન કરવી safest option છે


🚫 GSTR-2B ignore કરશો તો શું થશે?

જો ITC 2B વગર claim કરશો:

  • DRC-01 notice
  • ITC reversal
  • Interest liability
  • Penalty possibility

👉 એટલે prevention always better.


✅ Best Practice (Safe ITC Strategy)

મારા અનુભવ મુજબ:

  • Monthly GSTR-2B reconciliation કરો
  • Unknown / irregular suppliers avoid કરો
  • ITC only 2B-matched invoices પર claim કરો

👉 આ habit ITC notice થી બચાવે છે.


🟢 નિષ્કર્ષ (Conclusion)

    GSTR-2B આજના GST system માં ITC માટે final authority છે. Invoice હોવા છતાં જો 2B માં નથી દેખાતું, તો ITC claim કરવી legal રીતે weak અને practical રીતે risky છે.

    મારા અનુભવ મુજબ GSTR-2B first → ITC next આ rule follow કરશો તો future GST problems બહુ ઘટી જશે.


⚠️ Disclaimer

આ લેખ મારા અનુભવ આધારિત છે અને માત્ર સામાન્ય માહિતી માટે છે. દરેક GST કેસ અલગ હોઈ શકે છે. કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય પહેલા યોગ્ય વ્યાવસાયિક સલાહ લેવી જરૂરી છે.