✍️ પરિચય (Introduction)

    GST અમલમાં આવ્યા પછી Input Tax Credit (ITC) વેપારીઓ માટે સૌથી મહત્વપૂર્ણ વિષય બન્યો છે.
    મારા અનુભવ મુજબ ઘણી વખત વેપારીઓને ખબર પણ નથી પડતી કે ITC કેમ reject થયું અથવા ITC claim કરતી વખતે ક્યાં ભૂલ થઈ. આ લેખમાં ITC શું છે, ક્યારે મળે છે, ક્યારે reject થાય છે અને કેવી રીતે safe રીતે ITC claim કરી શકાય તે સરળ Gujarati માં સમજાવવામા આવેલ છે.


📌 ITC (Input Tax Credit) શું છે?

    ITC એટલે વેપારીએ ખરીદી વખતે જે GST ચૂકવ્યો હોય, તે વેપારીશ્રી ITC તરીકે ક્લેમ કરી શકે છે.  તે ITC ને વેપારી તેમની પોતાની output tax liability માંથી ઘટાડી શકાય.

સરળ ઉદાહરણ:

  • તમે ખરીદી વખતે ₹1,000 GST ચૂકવ્યો
  • વેચાણ વખતે ₹1,500 GST ભરવાનું છે
👉 તો ITC ₹1,000 minus કરી

👉 તમારે ફક્ત ₹500 જ ભરવો પડે 

એટલે ₹1,000 ને તમારી Input Tax Credit (ITC) કહેવાય.


✅ ITC ક્યારે મળવા પાત્ર છે?

મારા અનુભવ મુજબ ITC ત્યારે મળે છે જ્યારે:

  • Purchase invoice valid હોય
  • Supplier એ return file કર્યો હોય
  • Invoice GSTR-2B માં દેખાતો હોય
  • Goods / services business માટે વપરાયા હોય
  • Payment 180 દિવસમાં કરી દેવાયો હોય

👉 આ તમામ condition પૂરી થાય તો ITC legally claim કરી શકાય છે.


❌ ITC કેમ reject થાય છે? (Common Reasons)

ઘણા કેસમાં ITC reject થવાના મુખ્ય કારણો આ છે:

  • Invoice GSTR-2B માં દેખાતા ન હોઇ,
  • Supplier non-filer / cancelled registration ધરાવતા હોઇ,
  • Bogus / fake purchase હોઇ, 
  • Wrong GSTIN / invoice details નાખવામા આવેલ હોઇ,
  • Return late file કરવાના કારણે 
  • ITC personal use માટે claim કરેલ હોઇ, 

👉 આ કારણોસર DRC-01 notice પણ આવી શકે છે.


⚠️ GSTR-2B નું મહત્વ

હાલના system મુજબ GSTR-2B = ITC Bible

    જો invoice GSTR-2B માં નથી 👉 તો ITC temporarily પણ claim કરવો risky છે.

    મારા અનુભવ મુજબ Books માં ITC છે પણ 2B માં નથી → future notice invite કરે છે.


🧠 Practical Example (Experience Based)

    એક કેસમાં વેપારીએ regular supplier પાસેથી ખરીદી કરી હતી, પણ supplier એ return file ન કરવાથી invoice 2B માં નહોતો.

Result:

  • ITC reject
  • DRC-01 notice issue

પછી વેપારીશ્રી supplier પાસેથી compliance કરાવીને ITC regular થયેલ. 👉 એટલે supplier compliance check કરવું બહુ જરૂરી છે.


🔍 ITC safely claim કરવા માટે શું કરવું?

મારા અનુભવ પરથી best practices:

  • Monthly GSTR-2B reconcile કરો
  • Unknown supplier થી purchase avoid કરો
  • High ITC suppliers monitor કરો
  • Return time પર file કરો
  • Old pending ITC follow-up કરો

👉 Prevention > Notice handling


🚫 ITC reject થાય તો શું થશે?

જો ITC reject થાય:

  • Tax payable વધે
  • Interest લાગુ પડે
  • Penalty પણ possible છે
  • DRC-01 / DRC-07 order આવી શકે

👉 એટલે ITC ને light માં ન લેવું.


✅ નિષ્કર્ષ (Conclusion)

ITC GST નો સૌથી sensitive ભાગ છે. મારા અનુભવ મુજબ:

  • Proper reconciliation
  • Genuine supplier
  • Time-to-time compliance

👉 આ ત્રણ બાબત રાખશો તો ITC issue થી બચી શકાય છે.


⚠️ Disclaimer

આ લેખ મારા અનુભવ આધારિત છે અને માત્ર સામાન્ય માહિતી માટે છે. દરેક GST કેસ અલગ હોઈ શકે છે.  કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા યોગ્ય વ્યાવસાયિક સલાહ લેવી યોગ્ય રહેશે.