✍️ પરિચય (Introduction)
હાલના સમયમાં ઘણા વેપારીઓને GST Portal પર અચાનક DRC-01B અથવા DRC-01C ની Notice જોવા મળે છે.
વેપારીઓને:
- Notice કેમ આવી એ સમજાતું નથી
- Return file કરવી બંધ થઈ જાય છે
- Penalty લાગશે એવો ડર લાગે છે.
👉 હકીકતમાં,
DRC-01B અને DRC-01C punishment નથી, પરંતુ system-based compliance check છે.
આ લેખમાં આપણે વિગતે સમજશું કે DRC-01B શું છે, DRC-01C શું છે, Notice કેમ આવે છે, શું કરવું અને શું ન કરવું અને legal provisions સાથે practical solution
📌 DRC-01B શું છે?
DRC-01B એ GST Portal દ્વારા generate થતી intimation notice છે, જે GSTR-1 અને GSTR-3B વચ્ચેના tax mismatch માટે આવે છે.
સરળ શબ્દોમાં: GSTR-1 માં બતાવેલો tax કરતા GSTR-3B માં ચૂકવેલો tax ઓછો હોઇ.
➡️ તો system DRC-01B issue કરે છે.
🔍 DRC-01B ક્યારે આવે છે?
DRC-01B સામાન્ય રીતે નીચેના કારણોસર આવે છે:
- GSTR-1 માં વધારે outward supply બતાવી પણ GSTR-3B માં ઓછો tax ભર્યો
- GSTR-1 amendment / credit note પરંતુ 3B માં adjust કરવામા આવેલ ન હોઇ તો.
- Wrong tax rate / wrong calculation કરેલ હોઇ જેને કારણે તફાવત જોવા મળે તો.
🧾 Example
- GSTR-1 liability: ₹4,50,000 દર્શાવેલ હોઇ પરંતુ
- GSTR-3B paid: ₹3,90,000 કરેલ હોઇ જેનો Difference: ₹60,000 થાય છે તો...
DRC-01B generate થાય
⚙️ DRC-01B પછી Department શું માંગે છે?
DRC-01B માં system કહે છે:
- Differential tax pay કરો અથવા
- Proper explanation submit કરો
👉 આ notice ignore કરવી ખૂબ જોખમી છે.
✅ DRC-01B પછી શું કરવું? (Step-by-Step)
✔ Option-1: Tax ખરેખર ઓછો ભરાયો છે
- DRC-03 દ્વારા tax + interest pay કરો
- Payment reference submit કરો
- Matter close થઈ શકે છે
✔ Option-2: Difference justified છે
Reply file કરો અને explain કરો:
- Credit note issue કરવામા આવેલ હોઇ તો detail મા expain કરો.
- Amendment કરવામા આવેલ હોઇ તો reply મા જણાવો.
- GSTR-1 મા Calculation mistake થઇ હોઇ તો expain કરો.
📎 Supporting documents attach કરો.
⚠️ DRC-01B ignore કરશો તો શું થશે?
જો reply / payment નહીં કરો તો:
- Section 73 / 74 હેઠળ કાર્યવાહી હાથ ધરવામા આવશે.
- DRC-01 issue થશે.
- Interest + penalty પણ લાગુ કરવામા આવશે.
- અને Final demand (DRC-07) આપવામા આવશે.
📌 DRC-01C શું છે?
DRC-01C એ ITC mismatch માટે આવતી notice છે. અહીં GSTR-2B માં available ITC અને GSTR-3B માં claimed ITC મા mismatch જોવા મળે તો DRC-01C ની નોટીશ ઇસ્યુ થાય છે.
GSTR-3B માં claimed ITC vs GSTR-2B માં available ITC
🔍 DRC-01C ક્યારે આવે છે?
DRC-01C સામાન્ય રીતે ત્યારે આવે છે જ્યારે:
- GSTR-3B માં GSTR-2B માં available ITC કરતા વધારે ITC claim કરવામા આવેલ હોઇ,
- Supplier એ GSTR-1 late file કર્યું
- Ineligible ITC claim કરવામા આવેલ હોઇ,
- Rule 36(4) નુ violation કરવામા આવેલ હોઇ,
🧾 Example
- GSTR-3B ITC claimed: ₹2,20,000 કરવામા આવેલ હોઇ પરંતુ
- GSTR-2B ITC available: ₹1,70,000 જ હોઇ તો તફાવત ₹50,000 થાય છે તો
➡️ DRC-01C issue થાય
⚙️ DRC-01C પછી Department શું માંગે છે?
System તમને બે option આપે છે:
- Excess ITC reverse + interest pay કરો અથવા
- ITC eligible છે એ justify કરો
✅ DRC-01C પછી શું કરવું?
✔ Case-1: Excess ITC ખોટી રીતે લેવાઈ છે
- ITC reverse કરો
- Section 50 મુજબનુ Interest pay કરો
- DRC-03 file કરો
✔ Case-2: ITC eligible છે
Reply file કરો અને explain કરો:
- Supplier દ્વારા GSTR-1 late filing કરવામા આવેલ છે.
- Invoice next month 2B માં reflected થાય છે.
- Section 16(2) મુજબ eligibility પૂર્ણ કરવામા આવેલ છે.
Evidence attach કરો:
- Invoice copies
- Supplier communication
- 2A vs 2B comparison
⚖️ મહત્વપૂર્ણ Legal Provisions
- Section 16(2) – ITC eligibility
- Rule 36(4) – ITC restriction
- Rule 88C – DRC-01B & DRC-01C mechanism
- Section 73 / 74 – Further proceedings
🚫 સામાન્ય ભૂલો
- Notice ignore કરવી
- Blindly tax / ITC pay કરી દેવું
- Calculation વગર reply કરવામા આવે
👉 આવી ભૂલોથી unnecessary payment અને litigation થાય છે.
🧠 Practical Expert Tip
DRC-01B અને DRC-01C system generated છે, પરંતુ decision legal analysis આધારિત લેવો જોઈએ.
👉દરેક case અલગ હોય છે.
✅ અંતિમ નિષ્કર્ષ (Conclusion)
DRC-01B અને DRC-01C એ punishment નથી પરંતુ GST compliance correction tools છે.
સમયસર:
- analysis
- proper reply
- correct payment
- demand avoid થઈ શકે
- penalty બચી શકે
- future notices અટકી શકે
⚠️ Disclaimer
આ લેખ મારા અનુભવ આધારિત છે અને માત્ર સામાન્ય જાણકારી માટે છે. દરેક GST કેસ અલગ હોઈ શકે છે. કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા વ્યાવસાયિક સલાહ લેવી યોગ્ય રહેશે.
🔗 Related GST Topics
(આ બધું Gujarati GST Guide પર વિગતે ઉપલબ્ધ)

0 Comments